પ્રાઇવસી નીતિ
Jems Tools (Kaka x Jenish) નાના ધંધાવાળા માટે ફ્રી ટૂલ્સ છે. તમારો ડેટા કેવી રીતે વપરાય છે એ અહીં સાદી ભાષામાં લખ્યું છે.
અમે શું સાચવીએ છીએ
- તમારું નામ, મોબાઇલ નંબર, ધંધાનું નામ અને શહેર (જો લખ્યું હોય).
- તમારો પાસવર્ડ સીધો સાચવતા નથી. ફક્ત એનો કોડેડ (hash) ભાગ સાચવીએ છીએ.
- ટૂલમાં તમે જે નાખો (જેમ કે ઓર્ડરની વિગત) એ ફક્ત તમારા ખાતામાં દેખાય છે.
- સંમતિ આપી હોય તો એની તારીખ-સમય અને IP એડ્રેસ.
અમે એનો ઉપયોગ શેના માટે કરીએ છીએ
- તમને લૉગિન આપવા અને ટૂલ્સ ચલાવવા માટે.
- તમે સંમતિ આપી હોય તો જ WhatsApp પર business tips અને નવા ટૂલ્સની માહિતી મોકલવા માટે. સંમતિ ના આપો તો પણ બધા ટૂલ્સ વાપરી શકશો.
અમે શું નથી કરતા
- તમારો ડેટા કોઈને વેચતા નથી.
- જાહેરાતના ટ્રેકર કે થર્ડ-પાર્ટી ટ્રેકિંગ વાપરતા નથી.
- ટૂલમાં નાખેલા પાર્ટીના નંબર પર અમે ક્યારેય જાતે મેસેજ મોકલતા નથી.
તમારા હક
તમારો ડેટા જોવો, સુધારવો કે કાઢી નંખાવવો હોય તો એડમિનને WhatsApp કરો. સંમતિ પાછી ખેંચવી હોય તો પણ એડમિનને કહો.
આ ડ્રાફ્ટ છે. માલિક દ્વારા ચકાસણી બાકી છે, એટલે શબ્દો બદલાઈ શકે છે.